वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि ।
वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये
હું મારા હૃદયમાં શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. તે શ્રીકૃષ્ણ કેવા છે? જેના ડાબા ભાગમાં રાધિકાજી બિરાજમાન છે, જેના હૃદયસ્થળ (વક્ષઃસ્થળ) પર લક્ષ્મીજી રહ્યાં છે અને જે વૃંદાવનમાં દિવ્ય વિહાર (લીલા) કરનારા છે
શિક્ષાપત્રીનો પ્રથમ મંગળાચરણ શ્લોક