આરતી 

જય સદ્ગુરુ સ્વામી જય સદ્ગુરુ સ્વામી

સહજાનંદ દયાળુ, (૨) બળવંત બહુનામી.. જય.૧

ચરણસરોજ તમારા વંદુ કર જોડી

ચરણે શિશ ધર્યા થી, (૨) દુઃખ નાખ્યાં તોડી.. જય. ૨

નારાયણ નરભ્રાતા દ્વિજકુળ તનુધારી

પામર પતિત ઉધ્ધાર્યા, (૨) અગણિત નરનારી.. જય. ૩

નિત્ય નિત્ય નૌત્તમ લીલા, કરતા અવિનાશી 

અડસઠ તીરથ ચરણે, (૨) કોટિ ગયા કાશી.. જય. ૪

પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે 

કાળ કર્મથી છૂટી, (૨) કુટુંબ સહિત તરશે.. જય. ૫

આ અવસર કઋણાનિધિ, કઋણા બહુ કીધી 

મુક્તાનંદ કહે મુક્તિ (૨) સુગમ કરી સીધી.. જય. ૬



રામકૃષ્ણ ગોવિન્દ જય

રામકૃષ્ણ ગોવિન્દ જય જય ગોવિન્દ । 

હરે રામ ગોવિન્દ જય જય ગોવિન્દ ॥૧॥

નારાયણ ! હરે ! શ્રીમન્નારાયણ હરે । 

શ્રીમન્નારાયણ હરે ! શ્રીમન્નારાયણ હરે ।।૨।।

કૃષ્ણદેવ હરે જય જય કૃષ્ણદેવ હરે । 

જય જય કૃષ્ણદેવ હરે જય જય કૃષ્ણદેવ હરે ॥૩॥

વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે । 

જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે ।।૪।।

વાસુદેવ ગોવિન્દ, જય જય વાસુદેવ ગોવિન્દ ।

જય જય વાસુદેવ ગોવિન્દ, જય જય વાસુદેવ ગોવિન્દ ॥૫॥

રાધે ગોવિન્દ, જય રાધેગોવિન્દ ।

વૃન્દાવનચંન્દ, જય રાધેગોવિન્દ ।।૬।।

માધવ મુકુન્દ, જય માધવ મુકુન્દ । 

આનન્દકન્દ, જય માધવ મુકુન્દ ॥૭॥

નરનારાયણ ! સ્વામિનારાયણ ! નરનારાયણ ।

 સ્વામિનારાયણ ! નરનારાયણ ! સ્વામિનારાયણ ॥૮॥

નરનારાયણ ! સ્વામિનારાયણ ! નરનારાયણ

સ્વામિનારાયણ ! નરનારાયણ ! સ્વામિનારાયણ ॥



શ્રી રાધિકાકૃષ્ણાષ્ટક

નવીનજીમૂતસમાનવર્ણ રત્નોલ્લસકુંડલશોભિકર્ણમ્ ।

મહાકિરીટાગ્રમયૂરપર્ણ શ્રીરાધિકાકૃષ્ણમહં નમામિ ॥૧॥

નિધાય પાણિ દ્વિતયેન વેણું નિજાઘરે શેખરયાતરેણુમ્ ।

નિનાદયન્ત ચ ગતૌ કરેણું શ્રીરાધિકાકૃષ્ણમહં નમામિ ॥૨॥

વિશુદ્ધહેમોજ્જવલપીતવસ્ત્ર હથા રિયુથં ચ વિનાપિ શસ્ત્રમ્ ।

વ્યર્થીકૃતાનેકસુરદ્વિડસ્ત્ર શ્રીરાધિકાકૃષ્ણમહં નમામિ ॥૩॥

અધર્મતિષ્યાર્દિત સાધુપાલં સધ્ધર્મ વૈરાસુર સંધકાલમ્ ।

પુષ્પાદિમાલં વ્રજરાજબાલં શ્રીરાધિકાકૃષ્ણમહં નમામિ ॥૪॥

ગોપિપ્રિયારંમ્લિત રાસ ખેલં રાસેશ્વરી રંજનકૃત્પ્રહેલમ્ ।

સ્કન્ધોલ્લસત્ક્રુ કુંમચિન્હચેલં શ્રીરાધિકાકૃષ્ણમહં નમામિ ॥૫॥

વૃન્દાવને પ્રીતતયા વસન્ત નિજાશ્રિતાનાપદઉધ્ધરન્તમ્ ।

ગોગોપગોપિરભિન્દયન્ત શ્રીરાધિકાકૃષ્ણમહં નમામિ ॥૬॥

વિશ્વદ્વિષન્મન્મથદર્પહારં સંસારિ જીવાશ્રયણીયસારમ્ ।

સદૈવ સત્પુરુષસૌખ્યકાંર શ્રીરાધિકાકૃષ્ણમહં નમામિ ॥૭॥

આનન્દિતાત્મવ્રજવાસિતોકં નન્દાદિસન્દર્શિત દિવ્યલોકમ્ ।

વિનાશ્રીત સ્વાશ્રિતજીવશોકં શ્રીરાધિકાકૃષ્ણમહં નમામિ ॥૮॥



નિર્વિકલ્પ ઉત્તમ અતિ

નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ । 

માહાત્મ્યજ્ઞાનયુત ભક્તિ તવ એકાંતિક સુખધામ ॥૧॥

મોહિમેં તવ ભક્તપનો, તામેં કોઈ પ્રકાર ।

દોષ ન રહે કોઈ જાતકો, સુનિયો ધર્મકુમાર ॥૨॥

તુમારો તવ હરિભક્તકો, દ્રોહ કબુ નહિ હોય । 

એકાંતિક તવ દાસકો, દીજે સમાગમ મોય ॥૩॥

નાથ નિરંતર દર્શ, તવ દાસનકો દાસ । 

એહિ માગુ કરી વિનય હરિ, સદા રાખજો પાસ ॥૪॥

હે કૃપાળુ ! હે ભક્તપતે ! ભક્તવત્સલ ! સુનો બાત । 

દયાસિન્ધો ! સ્તવન કરી, માગુ વસ્તુ સાત વાત  ॥૫॥

સહજાનંદ મહારાજ કે, સબ સત્સંગી સુજાન । 

તાકુ હોય દ્રઢ વર્તનો શિક્ષાપત્રી પ્રમાણ ॥૬॥

સો પત્રીમેં અતિ બડે, નિયમ એકાદશ જોય ।

તાકી વિકિત કહત હું, સુનિયો સબ ચિત્ત પ્રોય ॥૭॥

હિંસા ન કરની જંતુકી, પરત્રિયા સંગકો ત્યાગ । 

માંસ ન ખાવત મધકું, પીવત નહિ બડ ભાગ્ય ॥૮॥

વિધવાકું સ્પર્શત નહિ, કરત ન આત્મધાત ।

ચોરી ન કરની કાહુંકી, કલંક ન કોઈકું લગાત ॥૯॥

નિંદત નહિ કોઈ દેવકુ, બિન ખપતો નહિ ખાત ।

વિમુખ જીવકે વદનસેં કથા સુની નહિ જાત ॥૧૦॥

એહી ધર્મ કે નિયમમેં, બરતો સબ હરિદાસ ।

ભજો શ્રી સહજાનંદ પદ, છોડી ઓર સબ આશ ॥૧૧॥

રહી એકાદશ નિયમમેં, કરો શ્રી હરિપદ પ્રીત ।

પ્રેમાનંદ કે ધામમેં, જાઓ નિઃશંક જગ જીત ॥૧૨॥



વિશ્વેશ છો સકળ

વિશ્વેશ છો સકળ વિશ્વતણા વિધાતા, 

દાતા તમે સકળ મંગળ શાંતિ દાતા,

માટે તમાઋ કઋણાનિધિ સત્ય નામ, 

સાષ્ટાંગ નાથ તમને કઋ હું પ્રણામ,

અજ્ઞાન પાશ કઋણા કરી કાપી નાખો, 

નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો,

ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ, 

સાષ્ટાંગ નાથ તમને કઋ હું પ્રણામ,

જે ઉત્પતિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે. 

જેના રોમ સુછિદ્રમાં અણુંસમ બ્રહ્માંડ કોટિ ફરે;

માયા કાળ રવિ શશિ સુરગણો આજ્ઞા ન લોપે ક્ષણ, 

એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ,

આવી અક્ષરધામથી અવનિમાં જે દેહધારી થયા, 

આપ્યાં સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા, 

કીધાં ચાઋ ચરિત્ર ગાન કરવા જેણે કઋણા કરી,

વંદુ મંગળ મુરતિ ઉર ધરી સર્વોપરિ શ્રીહરિ

જન્મ્યા કૌશલ દેશ વેષ બટુનો લઈ તીર્થમાંહી ફર્યાં 

રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યાં;

મોટાં ધામ રચ્યાં રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી, 

અન્તર્ધાન થયા લીલા હરિતણી સંક્ષેપ્તમાં ઉચ્ચરી



ત્વમેવ માતા

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ

ત્વમેવ વિદ્યા, દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવદેવ

નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સધર્મ ભક્તેરવનં વિધાતા

દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુકૃષ્ણોડખિલમંગલંનઃ



જમો થાળ જીવન જાઉ વારી

જમો થાળ જીવન જાઉ વારી, 

ધોઉ કર ચરણ કરો ત્યારી. જમો… ૧

બેસો મેલ્યા બાજોઠીયા ઢાળી, કટોરા કંચનની થાળી,

જળે ભર્યાં ચંબુ ચોખાળી. જમો… ૨

કરી કાઠા ઘઉ તણી પોળી, મેલી ધૃત સાકરમાં બોળી, 

કાઢયો રસ કેરીનો ધોળી, જમો… ૩

ગળ્યા સાટા ઘેબર ફૂલવડી, દૂધપાક માલ પુઆ કઢી, 

પુરી પોચી થઈ છે ઘીમાં ચઢી. જમો… ૪

અથાણાં શાક સુંદર ભાજી, લાવી છું તરત કરી તાજી, 

દહીં ભાત સાકર છે. ઝાઝી. જમો… ૫

એક મીનીટ આંખો મીચીં ભગવાનને જમાડવા, 

ચળુ કરો લાવું જળ ઝારી, એલચી લવીંગ સોપારી, 

પાન બીડી બનાવી સારી. જમો… ૬

મુખવાસ મનગમતા લઈને, પ્રસાદી થાળ તણી દઈને, 

ભૂમાનંદ કહે રાજી થઈને. જમો… ૭



ચેષ્ટાનાં પદો

પ્રથમ શ્રીહરિને રે, ચરણે શિશ નમાવું; 

નૌતમ લીલા રે, નારાયણની ગાવું… ૧

મોટા મુનિવર રે એકાગ્ર કરી મનને; 

જેને કાજે રે, સેવે જાઈ વનને… ૨

આસન સાધી રે, ધ્યાન ધરીને ધારે; 

જેની ચેષ્ટા રે, સ્નેહ કરી સંભારે… ૩

સહજ સ્વાભાવિક રે, પ્રકૃતિ પુરુષોત્તમની; 

સુણતાં સજની રે, બીક મટાડે જમની… ૪

ગાવું હેતે રે, હરિનાં ચરિત્ર સંભારી; 

પાવન કરજો રે, પ્રભુજી બુધ્ધિ મારી… ૫

સહજ સ્વભાવે રે, બેઠા હોય હરિ જ્યારે; 

તુલસીની માળા, રે કર લઈ ફેરવે ત્યારે… ૬

રમૂજ કરતા રે રાજીવ નેણ ઋપાળા, 

કોઈ હરિજનની રે માગી લઈને માળા… ૭

બેવડી રાખી રે બબે મણકા જોડે, 

ફેરવે તાણી રે, કંઈક માળા તોડે… ૮

વાતો કરે રે, રમૂજ કરીને હસતા, 

ભેળી કરી રે, માળા કરમાં ઘસતા… ૯

ક્યારેય મીંચી રે, નેત્ર કમળને સ્વામી; 

પ્રેમાનંદ કહે રે, ધ્યાન ધરે બહુનામી… ૧૦

પદ-૨

સાંભળ સહિયર રે, લીલા નટ નાગરની, 

સુણતાં સુખડું રે, આપે સુખ સાગરની… ૧

નેત્ર કમળને રે, રાખી ઉઘાડાં ક્યારે, 

ધ્યાન ધરીને રે, બેસે જીવન બારે… ૨

ક્યારેક ચમકી રે, ધ્યાન કરતાં જાગે, 

જોતા જીવન રે, જન્મ મરણ દુઃખ ભાગે… ૩

પોતા આગળ રે, સભા ભરાઈ બેસે, 

સંત હરિજન રે, સામુ જોઈ રહે છે… ૪

ધ્યાન ધરીને રે, બેઠા હોય હરિ પોતે, 

સંત હરિજન રે, તૃપ્ત ન થાય જોતે… ૫

સાધુ કીર્તન રે, ગાય વગાડી વાજા; 

તેમને જોઈને રે મગન થાય મહારાજા… ૬

તેમની ભેળા રે, ચપટી વગાડી ગાય; 

સંત હરિજન રે, નિરખી રાજી થાય… ૭

ક્યારેક સાધુ રે, ગાય વજાડી તાળી; 

ભેળા ગાયે રે, તાળી દઈ વનમાળી… ૮

આગળ સાધુ રે, કીર્તન ગાય જ્યારે; 

પોતા આગળ રે, કથા વંચાય ત્યારે… ૯

પોતે વાર્તા રે, કરતા હોય બહુનામી; 

ખસતા આવે રે, પ્રેમાનંદના સ્વામી… ૧૦

પદ-૩

મનુષ્ય લીલા રે, કરતા મંગલકારી; 

ભક્ત સભામાં રે, બેઠા ભવ ભયહારી… ૧

જેને જોતાં રે, જાયે જગ આશક્તિ; 

જ્ઞાન વૈરાગ્ય રે, ધર્મ સહિત જે ભક્તિ… ૨

તે સંબંધી રે વાર્તા કરતા ભારી; 

હરિ સમજાવે રે, નીજ જનને સુખકારી… ૩

યોગ ને સાંખ્ય રે, પંચ રાત્ર વેદાંત; 

એ શાસ્ત્રનો રે, રહસ્ય કહે કરી ખાંત… ૪

ક્યારેક હરિજન રે, દેશદેશના આવે; 

ઉત્સવ ઉપર રે, પૂજા બહુવિધ લાવે… ૫

જાણી પોતાના રે, સેવક જન અવિનાશી; 

તેમની પૂજા રે, ગ્રહણ કરે સુખરાશી… ૬

ભક્ત પોતાના રે, તેને શ્યામ સુજાણ; 

ધ્યાન કરાવી રે, ખેંચે નાડી પ્રાણ… ૭

ધ્યાનમાંથી રે, ઉઠાડે નીજજનને; 

દેહમાં લાવે રે, પ્રાણ ઈન્દ્રીય મનને… ૮

સંત સભામાં રે, બેઠા હોય અવિનાશ; 

કોઈ હરિજન રે, તેડવો હોય પાસ… ૯

પહેલી આંગળી રે, નેત્રતણી કરી સાન; 

પ્રેમાનંદ કહે રે, સાદ કરે ભગવાન… ૧૦

પદ-૪

મોહનજીની રે, લીલા અતિ સુખકારી, 

આનંદ આપે રે, સુણતાં ન્યારી ન્યારી… ૧

ક્યારે વાતો રે, કરે મુનિવર સાથે, 

ગુચ્છ ગુલાબના રે, ચોળે છે બે હાથે… ૨

શીતળ જાણી રે, લીંબુ હાર ગુલાબી, 

તેને રાખે રે, આંખો ઉપર દાબી… ૩

ક્યારેક પોતે રે, રાજીપામાં હોયે, 

વાતો કરે રે, કથા વંચાય તોયે…. ૪

સાંભળે કીર્તન રે, પોતે કાંઈક વિચારે, 

પૂછવા આવે રે, જમવાનું કોઈ ત્યારે… ૫

હાર ચડાવે રે, પૂજા કરવા આવે, 

તેના ઉપર રે, બહુ ખીજી રીસાવે… ૬

કથા સાંભળતા રે, હરે હરે કહી બોલે, 

મર્મ કથાનો રે, સુણી મગન થઈ ડોલે… ૭

ભાન કથામાં રે, બીજી ક્રિયા માંય 

ક્યારેક અચાનક રે, જમતાં હરે બોલાય… ૮

થાય સ્મૃતિ રે, પોતાને જ્યારે તેની, 

થોડુંક હસે રે, ભક્ત સામુ જોઈ બે’ની… ૯

એમ હરિ નિત નિત રે, આનંદ રસ વરસાવે, 

એ લીલા રસ રે, જોઈ પ્રેમાનંદ ગાવે… ૧૦

પદ-૫

સાંભળ સજની રે, દિવ્ય સ્વઋપ મુરારી, 

કરે ચરિત્ર રે, મનુષ્ય વિગ્રહ હારી… ૧

થયા મનોહર રે, મોહન મનુષ્ય જેવા, 

ઋપ અનુપમ રે, નિજ્જનને સુખ દેવા… ૨

ક્યારેક ઢોલિયે રે, બેસે શ્રી ઘનશ્યામ, 

ક્યારેક બેસે રે, ચાકળે પૂરણ કામ… ૩

ક્યારેક ગોડદું રે, ઓછાડે સહિત, 

પાથર્યું હોય રે, તે પર બેસે પ્રીતે… ૪

ક્યારેક ઢોલિયા રે, ઉપર તકિયો ભાળી, 

તે પર બેસે રે, શ્યામ પલાંઠી વાળી… ૫

ઘણુંક બેસે રે, તકિયે ઓઠીંગણ દઈને, 

ક્યારેક ગોઠણ રે, બાંધે ખેસ લઈને… ૬

ક્યારેક રાજી રે, થાય અતિશે આલી, 

સંત હરિજનને રે, ભેટે બાથમાં ઘાલી… ૭

ક્યારેક માથે રે, લઈ મેલે બે હાથ, 

છાતી માહે રે, ચરણ કમળ દે નાથ… ૮

ક્યારેક આપે રે, હાર તોરા ગિરિધારી, 

ક્યારેક આપે રે, અંગના વસ્ત્ર ઉતારી… ૯

ક્યારેક આપે રે, પ્રસાદીના થાળ, 

પ્રેમાનંદ કહે રે, ભક્ત તણા પ્રતિપાળ… ૧૦

પદ-૬

એવાં કરે રે, ચરિત્ર પાવનકારી, 

શુકજી સરખા રે, ગાવે નિત્ય સંભારી… ૧

ક્યારેક જીભને રે, દાંત તળે દબાવે, 

ડાબે જમણે રે, પડખે સહજ સ્વભાવે… ૨

છીંક જ્યારે આવે રે, ત્યારે ઋમાલ લઈને, 

છીંક ખાયે રે, મુખ પર આડો દઈને… ૩

રમૂજ આણી રે, હસે અતિ ઘનશ્યામ, 

મુખ પર આડો રે, ઋમાલ દઈ સુખધામ… ૪

ક્યારેક વાતો રે, કરતા થકા દેવ, 

છેડે ઋમાલને રે, વળ દેવાની ટેવ… ૫

અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો, 

પરદુ:ખ હારી રે, વારી બહુનામીનો… ૬

કોઈને દુઃખીયો રે, દેખી ન ખમાય, 

દયા આણી રે, અતિ આકળા થાય… ૭

અન્ન ધન વસ્ત્ર રે, આપી ને દુઃખ ટાળે, 

કઋણા દ્રષ્ટિ રે, દેખી વાનજ વાળે… ૮

ડાબે ખંભે રે, ખેસ આડ છોડે નાખી, 

ચાલે જમણા રે, કરમાં ઋમાલ રાખી… ૯

ક્યારેક ડાબો રે, કર કેડ ઉપર મેલી, 

ચાલે વાલો રે, પ્રેમાનંદનો હેલી… ૧૦

પદ-૭

નિત નિત નૌત્તમ રે, લીલા કરે હરિરાય, 

ગાતાં સુણતાં રે, હરિજન રાજી થાય… ૧

સહજ સ્વભાવે રે, ઉતાવળા બહુ ચાલે, 

હેત કરીને રે, બોલાવે બહુ વ્હાલે

ક્યારેક ઘોડે રે, ચડવું હોય ત્યારે, 

ક્યારેક સંતને રે, પીરસવા પધારે-૩

ત્યારે ડાબે રે, ખંભે ખેસને આણી, 

ખેસને બાંધે રે, કેડ સંગાથે તાણી-૪

પીરસે લાડુ રે, જલેબી, ઘનશ્યામ, 

જણસ જમ્યાની રે, લઈ લઈને તેનાં નામ-૫

ફરે પતંગમાં રે, વારંવાર મહારાજ, 

સંત હરિજનને રે, પીરસવાને કાજ-૬

શ્રધ્ધા ભક્તિ રે, અતિ ઘણી પીરસતાં, 

કોઈના મુખમાં રે, આપે લાડુ હસતા-૭

પાછલી રાત્રી રે, ચાર ઘડી રહે જ્યારે, 

દાતણ કરવા રે, ઉઠે હરિ તે વારે-૮

નાવા બેસે રે, નાથ પલાંઠી વાળી, 

કર લઈ કળશ્યો રે, જળ ઢોળે વનમાળી-૯

કોરે વસ્ત્રે રે, કરી શરીરને લુવે, 

પ્રેમાનંદ કહે રે, હરિજન સર્વે જુએ-૧૦

પદ – ૮

ઋડા શૌભે રે, નાહીને ઉભા હોય, 

વસ્ત્ર પહેરેલું રે, સાથળ વચ્ચે નિચોવે-૧

પગ સાથળ ને રે, લુહીને સારંગપાણી, 

કોરા ખેસને રે, પહેરે સારી પેઠે તાણી-૨

ઓઢી ઉપરણી રે, રેશમી કોરની વ્હાલે, 

આવે જમવા રે, ચાખડીએ ચડી ચાલે-૩

માથે ઉપરણી રે, ઓઢી બેસે જમવા, 

કાન ઉઘાડા રે, રાખે મુજને ગમવા-૪

જમતાં ડાબા રે, પગની પલાઠી વાળી, 

તે પર ડાબો રે, કર મેલે વનમાળી-૫

જમણા પગને રે, રાખી ઉભો શ્યામ, 

તે પર જમણો રે, કર મેલે સુખધામ-૬

ઋડી રીતે રે, જમે દેવના દેવ, 

વારે વારે રે, પાણી પીઘાની ટેવ-૭

જમણ સ્વાદુ રે, જણાય જમતાં જમતાં, 

પાસે હરિજન રે, બેઠા હોય મનગમતા-૮

તેમને આપી રે, પછી પોતે જમે, 

જમતાં જીવન રે, હરિજનને મન ગમે-૯

ફેરવે જમતાં રે, પેટ ઉપર હરિ હાથ, 

ઓડકાર ખાય રે, પ્રેમાનંદનો નાથ-૧૦

પદ-૯ 

ચળુ કરે રે, મોહન તૃપ્ત થઈને, 

દાંતને ખોતરે રે, સળી ઋપાની લઈને-૧

મુખવાસ લઈને રે, ઢોલિયે બિરાજે, 

પૂજા કરે રે, હરિજન હેતે ઝાઝે-૨

પાંપણ ઉપર રે, આંટો લઈ અલબેલો, 

ફેંટો બાંધે રે, છોગું મેલી છેલો-૩

વર્ષાઋતુને રે, શરદઋતુ ને જાણી, 

ઘેલા નદીનાં રે, નિર્મળ નીર વખાણી-૪

સંત હરિજનને રે, સાથે લઈને શ્યામ, 

ન્હાવા પધારે રે, ઘેલે પૂરણ કામ-૫

બહુ જળ ક્રિડા રે, કરતા જળમાં ન્હાય, 

જળમાં તાળી રે, દઈને કીર્તન ગાય-૬

ન્હાઈને બારા રે, નીસરી વસ્ત્ર પહેરી, 

ઘોડે બેસી રે, ઘેર આવે રંગ લહેરી-૭

પાવન યશને રે, હરિજન ગાતા આવે, 

જીવન જોઈને રે, આનંદ ઉર ન સમાવે-૮

ગઢપુરવાસી રે, જોઈને જગ આધાર, 

સુફળ કરે છે રે, નેણાં વારંવાર-૯

આવી બિરાજે રે, ઓસરીએ બહુનામી, 

ઢોલિયા ઉપર રે, પ્રેમાનંદના સ્વામી-૧૦

પદ – ૧૦ 

નિજ સેવક ને રે, સુખદેવાને કાજ, 

પોતે પ્રગટયા રે, પુરુષોત્તમ મહારાજ-૧

ફળિયા માંહી રે સભા કરી બિરાજે, 

પૂરણ શશી રે, ઉડુગણમાં જેમ છાજે-૨

બ્રહ્મરસ વરસે રે, તૃપ્ત કરે હરિજનને, 

પોઢે રાત્રે રે, જમી શ્યામ શુધ્ધ અન્નને-૩

બે આંગળીઓ રે, તિલક કર્યાંની પેરે, 

ભાલ વચ્ચે રે, ઉભી રાખીને ફેરે-૪

સૂતાં સૂતાં રે, માળા માગી લઈને, 

જમણે હાથે રે, નિત્ત ફેરવે ચિત્ત દઈને-૫

ભૂલ ન પડે રે, કેદી એવું નેમ, 

ધર્મકુંવરની રે, સહજ પ્રકૃતિ એમ-૬

ભર નિદ્રામાં રે, પોઢયા હોય મુનિરાય, 

કોઈ અજાણે રે, લગાર અડી જાય-૭

ત્યારે ફડકી રે, જાગે સુંદર શ્યામ, 

કોણ છે ? પૂછે રે સેવક ને સુખધામ-૮

એવી લીલા રે, હરિની અનંત અપાર, 

મેં તો ગાઈ રે, કાંઈક મતિ અનુસાર-૯

જે કોઈ પ્રીતે રે, શીખે સુણે ગાશે, 

પ્રેમાનંદનો રે, સ્વામી રાજી થાશે-૧૦



ઓરા આવો શ્યામ સ્નેહી

ઓરા આવો શ્યામ સ્નેહી સુંદર વર જોઉ વાલા

જતન કરીને જીવન મારા, જીવમાંહી પ્રોઉ વ્હાલા…૧

ચિહ્ન અનુપમ અંગો અંગના, સુરતે સંભાઋ વહાલા,

નખશિખ નીરખી નૌતમ મારા, ઉરમાં ઉતાઋ વ્હાલા…२

અઋણ કમળ સમ જુગલચરણની, શોભા અતિ સારી વાલા,

ચિંતવન કરવા આતુર અતિ, મનવૃત્તિ મારી વ્હાલા…3

પ્રથમ તે ચિંતવન કઋ, સુંદર સોળે ચિહ્નન વ્હાલા;

ઉર્ધ્વરેખા ઓપી રહી, અતિશે નવીન વ્હાલા…૪

અંગુઠા આંગળી વચ્ચેથી, નીસરીને આવી વ્હાલા,

પાનીની બે કોરે જોતાં, ભક્ત ને મનભાવી વ્હાલા…૫

જુગલ ચરણમાં કહુ મનોહર, ચિહ્ન તેનાં નામ વ્હાલા

શુધ્ધ મને કરી સંભારતા નાશ પામે કામ વ્હાલા …૬

અષ્ટકોણને ઉર્ધ્વરેખા, સ્વસ્તિક જાંબુ જવ વ્હાલા,

વજ અંકુશ કેતુ ને પદ્મ, જમણે પગે નવ વ્હાલા…૭

ત્રિકોણ કળશ ને ગોપદ સુંદર, ધનુષ ને મીન વ્હાલા,

અર્ધ ચન્દ્ર ને વ્યોમ સાત છે, ડાબે પગે ચિહ્ન વ્હાલા…८

જમણા પગના અંગુઠાના, નખમાંહી ચિહ્ન વ્હાલા,

તે તો નીરખે જે કોઈ ભક્ત, પ્રીતિએ પ્રવીણ વ્હાલા…૯

એજ અંગુઠાની પાસે, તિલક એક નૌતમ ધારુ વ્હાલા,

પ્રેમાનંદ કહે નિરખુ પ્રીતે, પ્રાણ લઈ વાઋ વ્હાલા…૧૦



હવે મારા વહાલાને 

પદ-૧

હવે મારા વહાલાને નહિ રે વિસારુ રે, 

શ્વાસ ઉચ્છવાસે તે નિત્ય સંભારુ રે, ૧

પડયું મારે સહજાનંદજી શું પાનું રે, 

હવે હું તો કેમ કરી રાખીશ છાનુ રે, ૨

આવ્યું મારે હરિવર વરવાનું ટાણું રે, 

એ વર ન મળે ખરચે નાણું રે, ૩

એ વર ભાગ્ય વિના નવ ભાવે રે, 

એ સ્નેહ લગ્ન વિના નવ આવે રે, ૪

દુરિજન મન રે માને તેમ કહેજ્યો રે, 

સ્વામી મારા હૃદયાની ભીંતર રહેજ્યો રે, ૫

હવે હું તો પૂરણ પદવીને પામી રે, 

મળ્યા મને નિષ્કુળાનંદના સ્વામી રે, ૬

પદ-૨

હવે મારા વહાલા ના દર્શન સારું, 

હરિજન આવે હજારે હજારુ-૧

ઢોલિયે બિરાજે સહજાનંદ સ્વામી, 

પૂરણ પુઋષોત્તમ અંતર જામી-૨

સભા મધ્યે બેઠા મુનિનાં વૃંદ, 

તેમાં શોભે તારે વીટયો જેમ ચન્દ્ર-૩

દુર્ગાપુર ખેલ રચ્યો અતિ ભારી, 

ભેળા રમે સાધુને બ્રહ્મચારી-૪

તાળી પાડે ઉપડતી અતિસારી, 

ધૂન થાય ચૌદ લોક થકી ન્યારી-૫

પાઘલડીમાં છોગલીયું અતિ શોભે, 

જોઈ જોઈ હરિજનનાં મન લોભે-૬

પધાર્યા વહાલો સર્વે તે સુખના રાશિ, 

સહજાનંદ સ્વામી અક્ષરધામના વાસી-૭

ભાંગી મારી જન્મો જન્મની ખામી, 

મળ્યા મને નિષ્કુળાનંદના સ્વામી-૮



રે શ્યામ તમે સાચુંનાણું

રે શ્યામ તમે સાચુંનાણું બીજું સર્વે દુઃખદાયક જાણું.

રે શ્યામ તમે, સાચું નાણું… ટેક

રે તમે વિના સુખસંપત કહાવે, તેતો સર્વે મહાદુ:ખ ઉપજાવે;

અંતે એમાં કામ કોઈ નાવે… રે શ્યામ…૧

રે મુરખ લોક મરે ભટકી, જૂઠા સંગે હારે શિર પટકી;

એથી મારી મન વૃત્તિ અટકી… રે શ્યામ…. ૨

છે અખંડ અલૌકિક સુખ સારું તે જોઈ જોઈ મન મોહ્યું માઋ;

ધરા ધન તમ ઉપર વારું …. રે શ્યામ…૩

રે બ્રહ્માથી કીટ લગી જોયું, જુંઠું સુખ જાણીને વગોવ્યું;

મુક્તાનંદ મન તમ સંગ મોહ્યું… રે શ્યામ… ૪



વંદુ સહજાનંદ રસરૂપ 

પદ-૧

વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ; 

જેને ભજતાં છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ-૧

સમઋ પ્રગટ ઋપ સુખધામ, અનુપમ નામ ને રે લોલ; 

જેને ભવ બ્રહ્માદિક દેવ, ભજે તજી કામને રે લોલ-૨

જે હરિ અક્ષરબ્રહ્મ, આધાર, પાર કોઈ નવ લહે રે લોલ;

જેને શેષ સહસ્ત્ર મુખ ગાય, નિગમ નેતિકહે રે લોલ-૩

વર્ણવું સુંદર રૂપ અનુપમ, જુગલ ચરણે નમી રે લોલ, 

નખશીખ પ્રેમસખીના નાથ, રહો ઉરમાં રમી રે લોલ-૪

પદ-૨

આવો મારા મોહન મીઠડા લાલ કે, જોઉ તારી મૂરતિ રે લોલ,

જતન કરી રાખું રસિયારાજ, વિસારુ નહિ ઉરથી રે લોલ-૧

મન માઋ મોહ્યું મોહનલાલ, પાઘલડીની ભાતમાં રે લોલ, 

આવો ઓરા છોગલાં ખોસુ છેલ, ખાંતીલા જોઉ ખાંતમાં રે લોલ-૨

વહાલા તારું ઝળકે સુંદર ભાલ, તિલક ઋડાં કર્યાં રે લોલ, 

વહાલા તારા વામ કરમાં તિલ, તેણે મનડાં હર્યાં રે લોલ-૩

વહાલા તારી ભ્રકુટિ ને બાણે શ્યામ, કાળજ મારા કોરિયા રે લોલ,

નેણે તારે પ્રેમસખીના નાથ કે, ચિત્ત મારાં ચોરીયાં રે લોલ-૪

પદ-૩

વહાલા મુને વશ કીધી વ્રજ રાજ, વાલપ તારા વાલમાં રે લોલ, 

મન મારું તલપે જોવા, કાજ, ટીબકડી છે ગાલમાં રે લોલ-૧

વહાલા તારી નાસિકા નમણી નાથ, અધરબિંબ લાલ છે રે લોલ,

છેલા મારા પ્રાણ કરુ કુરબાન, જોયા જેવી ચાલ છે રે લોલ-૨

વહાલા તારા દંત દાડમનાં બીજ, ચતુરાઈ ચાવતા રે લોલ, 

વહાલા મારા પ્રાણ હરો છો નાથ, મીઠું મીઠું ગાવતા રે લોલ-૩

વહાલા તારે હસવે હરાણુ ચિત કે બીજુ હવે નવ ગમે રે લોલ,

મન મારુ પ્રેમસખીના નાથ કે, તમ કેડે ભમે રે લોલ-૪

પદ-૩

રસિયા જોઈ ઋપાળી કોટ, રૂડી રેખાવળી રે લોલ; 

વહાલા મારુ મનડું મળવા ચ્હાય કે જાય ચિત્તડું ચળી રે લોલ-૧

વ્હાલા તારી જમણી ભૂજાને પાસ,રૂડા તિલ ચાર છે રે લોલ;

વહાલા તારા કંઠ વચ્ચે તીલ એક, અનુપમ સાર છે રે લોલ-૨

વહાલા તારા ઉરમાં વિનગુણ હાર, જોઈ નેણાં ઠરે રે લોલ,

વહાલા તે તો જાણે પ્રેમીજન, જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ-૩

રસિયા જોઈ તમારૂ રૂપ, રસિક જન ઘેલડા રે લોલ, 

આવો વહાલા પ્રેમસખીના નાથ, સુંદર વર છેલડા રે લોલ-૪

પદ-૫

વહાલા તારી ભૂજા જુગલ જગદીશ, જોઈને જાઉ વારણે રે લોલ,

કરનાં લટકા કરતા લાલ, આવો ને મારે બારણે રે લોલ-૧

વહાલા તારી આંગળીઓની રેખા, નખમણી જોઈને રે લોલ, 

વહાલા મારા ચિત્તમાં રાખું ચોરી, કહું નહિ કોઈને રે લોલ-૨

વહાલા તાર ઉરમાં અનુપમ છાપ, જોવાને જીવઆકળો રે લોલ, 

વહાલા મારા હૈડે હરખ ન માય, જાણુ જે હમણાં મળો રે લોલ-૩

વહાલા તારું ઉદર અતિ રસરૂપ, શીતળ સદા નાથજી રે લોલ, 

આવો ઓરા પ્રેમસખીના પ્રાણ, મળુ ભરી બાથજી રે લોલ-૪

પદ-૬

વહાલા તારી મૂરતિ અતિ રસઋપ, રસિક જોઈને જીવે રે લોલ,

 વહાલા એ રસના ચાખણહાર, છાશ તે નવ પીવે રે લોલ-૧

વહાલા મારે સુખ સંપત તમે શ્યામ, મોહન મન ભાવતા રે લોલ, 

આવો મારે મંદિર જીવન પ્રાણ, હસીને બોલાવતા રે લોલ-૨

વહાલા તારું રૂપ અનુપમ ગૌર, મૂરતિ મનમાં ગમે રે લોલ, 

વહાલા તારું જોબન જોવા કાજ, કે ચિત્ત શરણે નમે રે લોલ-૩

આવો મારા રસિયા રાજીવ નેણ, મરમ કરી બોલતા રે લોલ, 

આવો વહાલા પ્રેમસખીના સેણ, મંદિર મારે ડોલતા રે લોલ-૪

પદ-૭

વાલા તારું ઋપ અનુપમ નાથ, ઉદર શોભા ઘણી રે લોલ, 

ત્રિવળી જોવું સુંદર છેલ, આવોને ઓરા અમ ભણી રે લોલ-૧

વાલા તારી નાભિ નૌતમ ઋપ, ઉંડી અતિ ગોળ છે રે લોલ, 

કટિલંક જોઈને સહજાનંદ, કે મનરંગ ચોળ છે રે લોલ-૨

વાલા તારી જંઘા જુગલની શોભા, મનમાં જોઈ રહું રે લોલ, 

વાલા નિત્ય નીરખું પીંડીને પાની, કોઈને નવ કહુ રે લોલ-૩

વાલા તારા ચરણ કમળનું ધ્યાન, ધઋ અતિ હેતમાં રે લોલ, 

આવો વહાલા પ્રેમસખીના નાથ, રાખું મારા ચિત્તમાં રે લોલ-૪

પદ-૮

વાલા તારા જુગલ ચરણ રસઋપ, વખાણું વહાલમાં રે લોલ, 

વાલા અતિ કોમળ અઋણ રસાળ, ચોરે ચિત્ત ચાલમાં રે લોલ-૧

વાલા તારે જમણે અંગુઠે તિલ, કે નખમાં ચિહ્ન છે રે લોલ, 

વાલા છેલી આંગળીયે તિલ એક, જોવાને મન દીન છે રે લોલ-૨

વાલા તારા નખની અઋણતા જોઈને, શશીકળા ક્ષીણ છે રે લોલ,

વાલા રસચોર ચકોર જે ભક્ત, જોવાને પ્રવીણ છે રે લોલ-૩

વાલા તારી ઉર્ધ્વરેખામાં ચિત્ત, રહો કરી વાસને રે લોલ,

માગે પ્રેમ સખી કર જોડી, દેજો દાન દાસને રે લોલ-૪



પોઢે પ્રભુ 

પોઢે પ્રભુ સકલ મુનિકે શ્યામ; નરનારાયણ દિવ્ય મૂરતિ, 

સ્વામિનારાયણ દિવ્ય મૂરતિ, સંતનકે વિશ્રામ… પોઢે.૧

અક્ષર પર આનંદધન પ્રભુ કિયો હૈ ભૂપર ઠામ; 

જેહી મિલત જન તરત માયા, લહત અક્ષરધામ… પોઢે.૨

શારદ શેષ મહેશ મહામુનિ, જપત જેહી ગુણનામ; 

જાસ પદરજ, શિષ ધરી ધરી, હોવત જન નિષ્કામ… પોઢે.૩

પ્રેમ કે પર્યંક પર પ્રભુ, કરત સુખ આરામ; 

મુક્તાનંદ નિજ ચરણઢીંગ, ગુન ગાવત આઠો જામ… પોઢે.૪



પોઢો પોઢો

પોઢો પોઢો સહજાનંદ સ્વામી; 

અખિયામાં નિંદરા ભરાણી રે… પોઢો-૧

હાં રે તમે માથેથી પાઘ ઉતારોરે; 

પછી તમે બનાતની ટોપી ધારો રે… પોઢો-૨

હાં રે તમે જરકસી જામો ઉતારોરે; 

પછી હીરકોરી ધોતી ધારો રે… પોઢો-૩

હાં રે તમે કેડનો પટકો છોડો રે; 

પછી શાલ દુશાલા ઓઢો રે… પોઢો-૪

હાં રે પોઢયા પ્રેમાનંદના સ્વામી રે; 

સખી જોઈ જોઈ આનંદ પામી રે

પોઢો પોઢો સહજાનંદ સ્વામી;

(ઉનાળામાં બનાતની જગ્યાએ ફુલની ટોપી અને શાલ દુશાલાની જગ્યાએ ફુલની પછેડી એમ બોલવું)